સુંદર છે હે ભગવાન !
હે ભગવાન ! જગતને તુજ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.
જીન્દગીમાં જે માંગીએ છીએ તે બધુંજ નથી મળતું અને મળે છે તેમાનું ઘણુંજ માંગેલુ પણ નથી હોતું
પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું
નીતિ કપડા સમાન છે અને ધર્મ દાગીના સમાન
જેમ કપડા વિના ઘરેણા શોભતા નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.
શરીરને માત્ર સુખી કરવા જતા આત્મા દુખી ના થઇ જાય તેનો ખ્યાલ રાખવો.
બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીયે તૈયારી કરનારો માણસ,
કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈજ તૈયારી કરતો નથી?
આંખમાં અમી તો દુનિયા ગમે, જીભમાં અમી તો દુનિયા નમે.
એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણવાર ખાય તે રોગી અને અનેક વાર ખાય તેની બરબાદી.
જેમ શરીરને સાફ રાખવા નીયમીત સ્નાન કરવું પડે છે, તેમ અંતકરણને સ્વચ્છ રાખવા નીયમીત પ્રાર્થના કરવી પડે છે. પગ લપસવાથી થયેલા ઘા રૂજાઇ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતાં બહુ વાર લાગે છે.
|
No comments:
Post a Comment